ભાઈ બહેનના સ્નેહ-મિનારા ભાવનગર જીલ્લો.વલ્લભીપુર પરગણું.ઝાંઝરી પે'રેલી કન્યા જેવી રૂપકડી રંઘોળી નદી. નદીને કાંઠે પંખીના માળા જેવું પીપરાળી ગામ. ગામમાં સૈયદનું હવેલી જેવું ઘર.. ઘરમાં ભાઈ-બહેન બે જ જણ.નામ ગોરામીયા અને ગોરાંબાનું.. માં-બાપ નાનપણમાં જ ગુજરી ગયેલા.ગામલોકોને પણ આ સૈયદ ભાઈ-બહેન પર બહુ ભાવ. ભાઈ મોટો,બહેન નાની.બંને વચ્ચે અનોધાં હેત.ભાઈ તો બહેનને ફૂલની જેમ સાચવે છે... વખત વીતે છે.ભાઈ જુવાન થયો. માયાળુ મામા-મામીએ મોવડી થઈને સારા ઘરની દીકરી જોઇને ગોરામીયાની શાદી કરાવી. અરમાનભરી સૈયદાણી હમીદા ઘરમાં આવી.પણ ગોરામીયાની દુનિયા તો બેનમાં જ સીમિત છે. સવારના દાતણથી માંડીને બેન ઊંઘી જાય ત્યાં સુધી એની સરભરામાં જ મશગૂલ રહે છે. બીબી સાથે વાતો પણ બેનની જ કર્યા કરે."આજ બેને સવારમાં દૂધ ન પીધું","બપોરે બેને ઓછું ખાધું", "બેનને નીંદર તો આવતી હશે ને !"બસ...બેન..બેન 'ને બેન.. !હમીદા કંટાળી ગઈ. શાદીશુદા જિંદગીના એના સપના વેરણ છેરણ થઇ ગયા. "રાતે નીંદમાં બેનની રજાઈ ખસી જાય તો બેનને ઠંડી લાગે"- એમ કહીને પોતાનો ખાટલો ઓસરીમાં બેનની બાજુમાં રાખ્યો.હમીદા ...
Rathod mahesh Piprali