શું છે અશાંત ધારો?, જાણો તમામ માહિતી અમદાવાદઃ મંગળવારના રોજ રાજ્ય સરકારે અશાંત ધારા હેઠળ શહેરના નવા 74 વિસ્તારોને સમાવેશ કર્યો. અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડે દ્વારા આ જાહેનામુ સોમવારે બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદમાં 770 વિસ્તારોમાં અશાંત ધારો લાગું થયેલો છે. આ પહેલા પણ તમે સમાચારોમાં અને ન્યૂઝ ચેનલોમાં અશાંત ધારા વિશે સાંભળ્યું હશે. આજે અમે તને જણાવીશું કે શું છે અશાંત ધારો.. આ કાયદાને ટૂંકમાં સમજો જે વિસ્તારમાં અશાંત ધારો લાગું કરાવમાં આવ્યો હોય તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે, અને જો મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે છે. જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે, અને કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો ગણાય છે. અશાંત ધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતો ટ્રાન્સફર થઇ હોય તેમાં કલેક્ટરને કોઈ શંકા જાય તો ‘સુઓ મોટો’ ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરીને મિલકત ટ્રાન્સફર માટે તૈયાર થયેલા માલિકને એની મિલકત પાછી અપાવી શકે...
Rathod mahesh Piprali